કેન્દ્ર સરકાર દ્વારા ઉડાન 2 પ્રોજેક્ટ માટે રૂ 28,840 કરોડની મંજુરી આપી છે અને આ યોજના હેઠળ દેશમાં 100 એરપોર્ટ બનાવવાની જાહેરાત કરાઈ હતી જેમાં ગજરાતના 11 એરપોર્ટ સમાવેશ કર્યો છે.આ 11 એરપોર્ટમાં ઔદ્યોગિક જિલ્લા મોરબી,અંકલેશ્વર,રાજુલા ખાતે ઇન્ડસ્ટ્રીયલ તેમજ રાજપીપળા, ધોરડો દ્વારકા અંબાજી ધોળાવીરા અને પાલીતાણાનો પર્યટન વિસ્તારનો સમાવેશ કરાયો છે આ ઉપરાંત બોટાદનો પ્રાદેશિક કનેક્ટિવિટી અને દાહોદનો આદિવાસી તેમજ ઔદ્યોગિક વિસ્તાર તરીકે પસંદ કરાયો છે અ તમામ 11 એરપોર્ટને ગ્રીન ફિલ્ડ એરપોર્ટ તરીકે વિકસિત કરવાનો પ્રસ્તાવ મુકાયો છે
ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટને બુસ્ટ મળવાની આશા ઔદ્યોગિક વિસ્તારમાં એરપોર્ટ નિર્માણ મોટા ફેરફાર લાવી શકશે. અંકલેશ્વર અને મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી અને એક્સ્પોર્તા વિસ્તારમાં બિઝનસ ટ્રાવેલ અને લોજીસ્ટીક ને નવી ગતિ મળશે એતેવી આશા સેવાઈ રહી છે

