HomeGujaratવાંકાનેરના નવાપરામાં જુગાર પર દરોડો: રૂ.73,200 સાથે પાંચ આરોપી ઝડપાયા

વાંકાનેરના નવાપરામાં જુગાર પર દરોડો: રૂ.73,200 સાથે પાંચ આરોપી ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલિંગ હોય તે દરમિયાન શહેરના નવાપરા ખડીપરા વિસ્તાર ખાતે નદીના ખુલ્લા પટ્ટમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. માહિતીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડા દરમિયાન સુનીલભાઈ શંકરભાઈ સારલા, સતીશભાઈ નરશીભાઈ સોલંકી, રાકેશભાઈ ગોવિંદભાઈ સોલંકી, વિપુલભાઈ ઠાકરશીભાઈ હીરાણી તથા હુશેનભાઈ ઉર્ફે ઓટુ વલીમહમદભાઈ શેખાણી નામના પાંચ શખ્સોને રોકડા રૂ. 73,200 સાથે તીનપત્તી જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા.

જ્યારે દરોડા દરમિયાન નીકુંજ રમેશભાઈ ડાભી અને સાગર ઉર્ફે હડો કોળી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે સાતેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW