હળવદ વિસ્તારમાં એક વ્યક્તિ ગુમ થયાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ ચિરાગ ડાહ્યાભાઈ વાંસજાળીયા (ઉ.વ. અંદાજિત 44) તા. 20 માર્ચ 2026ના રોજ સવારે 9 વાગ્યે મહેન્દ્રનગર ચોકડી પાસેથી નીકળ્યા બાદ લાપતા થયા છે.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લે તા. 21 માર્ચ 2026ના રોજ બપોરના સમયે હળવદ ખાતે શક્તિ ધામ નજીક જોવા મળ્યા હતા. ત્યારબાદથી તેમની કોઈ માહિતી મળી નથી. પરિવારજનો અને સગાસંબંધીઓએ જનતાને અપીલ કરી છે કે જો કોઈને આ વ્યક્તિ અંગે કોઈ માહિતી મળે અથવા ક્યાંય નજરે ચડે તો તાત્કાલિક નીચે આપેલ નંબર પર સંપર્ક કરે:
હિતેશભાઈ: 9913436684
રાકેશભાઈ: 9978292435
જીજ્ઞેશભાઈ: 9978993089
ઉત્તમભાઈ: 6355916189
પોલીસ તેમજ પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી છે.

