HomeGujaratરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સંપન્ન: દેશભરમાં એક જ વર્ષમાં...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સંપન્ન: દેશભરમાં એક જ વર્ષમાં 5,820 નવી શાખાઓનો વધારો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા તાજેતરમાં હરિયાણાના સમાલખા ખાતે 13 થી 15 માર્ચ 2026 દરમિયાન યોજાઈ ગઈ. આ બેઠક અંગે વિગતો આપતા સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘચાલક મુકેશભાઈ મલકાણે જણાવ્યું હતું કે, સંઘના કાર્યમાં અભૂતપૂર્વ વિસ્તાર થયો છે અને આગામી શતાબ્દી વર્ષ નિમિત્તે જનસંપર્ક અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે.

આ બેઠકમાં પરમ પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે સહિત તમામ છ સહ-સરકાર્યવાહ ઉપસ્થિત રહ્યા હતા. કુલ અપેક્ષિત 1,493 કાર્યકરોમાંથી 1,438 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. બેઠકના પ્રારંભે ભારતમાતાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તાજેતરમાં દિવંગત થયેલા મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં પર્યાવરણ વિજ્ઞાની ડૉ. માધવ ગાડગિલ, પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલ, અભિનેતા ધર્મેન્દ્ર દેઓલ, ઉદ્યોગ સાહસિક સિમોન ટાટા અને સૌરાષ્ટ્રના કિશોરભાઈ કોટક તથા હસમુખભાઈ પંડ્યાનો સમાવેશ થાય છે. છેલ્લા એક વર્ષમાં સંઘની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે જેમાં દૈનિક શાખામાં 5820ના વધારા સાથે 88949 શાખાઓ થઇ ગઈ છે

સાપ્તાહિક મિલનમાં 459 નો વધારો થઇ 32,606 સ્થળો એ પહોચી હતી માસિક મિલનએ 13,211 સ્થળોએ આયોજન.થયા હતા  સૌરાષ્ટ્ર પ્રાંતમાં હાલ 294 સ્થાનો પર 601 દૈનિક શાખાઓ કાર્યરત છે. આ ઉપરાંત 599 સાપ્તાહિક અને 323 માસિક મિલન ચાલે છે.

સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં વ્યાપક કાર્યક્રમો યોજાયા છે:

  1. હિન્દુ સંમેલનો: સૌરાષ્ટ્રમાં 315 હિન્દુ સંમેલનો યોજાયા, જેમાં 1.74 લાખથી વધુ લોકો જોડાયા. આશ્ચર્યજનક રીતે તેમાં 75,952 બહેનોની ભાગીદારી રહી હતી.

  2. ઘર સંપર્ક: ‘પંચ પરિવર્તન’ના સંદેશ સાથે સૌરાષ્ટ્રના 14,51,185 ઘરોનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ અભિયાનમાં 19,175 કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

  3. ડિજિટલ જોડાણ: માત્ર જાન્યુઆરી 2026માં જ 26,445 લોકોએ વેબસાઇટ દ્વારા સંઘ સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

સંઘ દ્વારા આગામી વર્ષે દેશભરમાં કુલ 96 પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતનો ‘સંઘ શિક્ષા વર્ગ’ 16 મે 2026 થી 1 જૂન 2026 દરમિયાન અંજાર (કચ્છ) ખાતે યોજાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW