HomeGujaratમોરબીની દિકરીએ ચોટીલામાં રહેતા સાસરિયા સામે નોંધાવી ત્રાસ ગુજાર્યાની ફરિયાદ

મોરબીની દિકરીએ ચોટીલામાં રહેતા સાસરિયા સામે નોંધાવી ત્રાસ ગુજાર્યાની ફરિયાદ

મોરબીના સિધ્ધાર્થ સોસાયટીમાં રહેતા અને પ્રાથમિક શાળાના શિક્ષિકા હેતલબેન રાઠોડે પોતાના સાસરિયાઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

હેતલબેન ના જણાવ્યા અનુસાર, તેમના લગ્નજીવન દરમિયાન પતિ જયકિશનભાઈ ભાણજીભાઈ રાઠોડ અને તેમના સાસુ જયાબેન અને સસરા ભાણજીભાઈ શિવાભાઈ રાઠોડ દિયર ઉપેન્દ્રભાઈ ભાણજીભાઈ રાઠોડ નણંદ દિપીકાબેન અને નણદોઈ હરેશભાઈ ગણેશભાઈ પરમાર દ્વારા નાની બાબતોમાં કલેશ કરી માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, સાસરિયાઓ ઘરકામ અને કરિયાવર બાબતે અવારનવાર મેણા-ટોણા મારી હેતલબેનને હેરાન કરવામાં આવતા હતા. . ૨૦૨૩ થી ૨૦૨૬ ના સમયગાળા દરમિયાન આ અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે. પતિ દ્વારા શારીરિક મારઝૂડ કરવામાં આવતી હતી, જ્યારે અન્ય સભ્યો દ્વારા એકબીજાની ચડામણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. આ સતત ત્રાસથી કંટાળીને અંતે મહિલાએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે. બનાવ અંગે મહિલા પોલીસ મથકમાં પી એસ આઈ એન બી ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW