HomeGujaratનીર્લીપ્ત રાયની મુલાકાતના ગણતરીના કલાકમાં ફરજમાં બેદરકારી દાખવનાર ASI સસ્પેન્ડ,

નીર્લીપ્ત રાયની મુલાકાતના ગણતરીના કલાકમાં ફરજમાં બેદરકારી દાખવનાર ASI સસ્પેન્ડ,

મોરબી જિલ્લામાં રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની તાજેતરની મુલાકાત બાદ પોલીસ તંત્રમાં કડક સંદેશા સાથે ફફડાટ જોવા મળી રહ્યો છે. ફરજમાં બેદરકારી દાખવતા એક પોલીસ અધિકારી સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI સબળસિંહ સોલંકીએ એક ફરિયાદ નોંધવામાં મોડું કરતા ફરજમાં બેદરકારી દાખવી હતી. આ બાબત ગંભીરતાથી લેતા મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ દ્વારા ASI સબળસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.આ કાર્યવાહી બાદ પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ પોલીસ અધિકારીઓને ફરજ પ્રત્યે વધુ જવાબદાર રહેવાનો કડક સંદેશો આપવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW