6 મહિલા સાંસદો સાથે કોંગ્રેસના સાંસદ શશી થરુરની એક તસવીર ખૂબ વાઈરલ થઈ રહી છે. આ તસવીરને ખુદ થરુરે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરી છે. આ તસવીર સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસની છે. આ તસવીરને લઈને લોકોએ તીખી પ્રતિક્રિયા આપી છે. ખાસ કરીને ઘણી મહિલાઓએ થરુરની માનસિકતા પર સવાલ ઉઠાવ્યો છે.
કોંગ્રેસના સાંસદ થરુરે તસવીરને શેયર કરતા કહ્યુ હતુકે કોણ કહે છે કે લોકસભા કામ કરવા માટે આકર્ષક સ્થાન નથી? આજે સવારે મારા 6 સાથી સાંસદો સાથે. આ તસવીરમાં કોંગ્રેસના સાંસદ પરનીત કૌર અને જોથિમની, ટીએમસીના સાંસદ નુસરત જહાં અને મિમી ચક્રવર્તી, એનસીપીના સાંસદ સુપ્રિયા સુલે, ડીએમકે સાંસદ થમિજાચી થંગાપાંડિયન પણ દેખાય છે.
The whole selfie thing was done (at the women MPs' initiative) in great good humour & it was they who asked me to tweet it in the same spirit. I am sorry some people are offended but i was happy to be roped in to this show of workplace camaraderie. That's all this is. https://t.co/MfpcilPmSB
— Shashi Tharoor (@ShashiTharoor) November 29, 2021
કોંગ્રેસના સાંસદ શશી થરુરની આ તસવીર પર લોકો કટાક્ષ કરી રહ્યા છે. તસવીર પર કોમેન્ટ કરતા વકી કરુણા નંદીએ કહ્યું છે કે થરુરે ચૂંટાયેલા રાજનેતાઓને તેમના લુક સુધી મર્યાદીત કરવાની કોશિસ કરી અને ખુદને કેન્દ્રમાં દર્શાવ્યા છે. આ તસવીર પર એક ટ્વિટર યૂઝર મોનિકાએ લખ્યું છે કે મને વિશ્વાસ છે કે આ ખુલ્લેઆમ સેક્સિજ્મ પર ડાબેરી ઉદારવાદીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં આવે, જેવી ઉત્તરાખંડના સીએમ તીરથ રાવતના ફાટેલા જીન્સના નિવેદનના વિવાદ પર આવી હતી. એક અન્ય ટ્વિટર યૂઝર અલીશા રહમાન સરકારે લખ્યું છે કે આ સાચું છે, લોકસભામાં મહિલાઓને માત્ર ગ્લેમર વધારવા માટે ચૂંટવામાં આવે છે. આ કારણ છે કે કેટલાક પક્ષ મહિલા અનામત બિલ પર ભાર મૂકી રહ્યા છે, બકવાસ.
એક ટ્વિટર યૂઝર વિદ્યાએ કહ્યું છે કે મહિલાઓ લોકસભાને આકર્ષક બનાવવાનો શણગારનો સામાન નથી. તે સાંસદ છે અને તમે અપમાન કરી રહ્યા છો. ટ્વિટર પર ટ્રોલ કરાયા બાદ કોંગ્રેસના સાંસદ શશી થરુરે માફી માંગી લીધી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે સેલ્ફી (મહિલા સાંસદોની પહેલ પર લેવામાં આવી)નો ઉદેશ્ય હાસ્ય હતો અને તેમણે જ મને તે ભાવનાથી ટ્વિટ કરવા માટે કહ્યું હતું. મને ખેદ છે કે કેટલાક લોકોને ખરાબ લાગ્યું, પરંતુ મને આ સૌહાર્દપૂર્ણ માહોલમાં કામ કરવાનું પસંદ છે, આ બધું છે.

