માળીયા (મી) તાલુકાના ચિખલી ગામની સીમમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 200 લિટર દેશી દારૂ, 2800 લિટર આથો અને એક બોલેરો ગાડી સહિત કુલ 4.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, આરોપી સ્થળ પર હાજર ન હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને ચીખલી ગામના સીમમાં આવેલા કરાડિયા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની ગુપ્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન, સ્થળ પરથી 200 લિટર તૈયાર દેશી દારૂ અને દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો 2800 લિટર આથો મળી આવ્યો હતો. આ ઉપરાંત, GJ 11 VV 5695 નંબરની એક બોલેરો ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે કાસમભાઇ અબ્દુલભાઈ સામતાણી (રહે. ચીખલી, તાલુકો માળીયા મીયાણા) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

