HomeGujaratવાંકાનેરના જોધપરમાં પુત્રને હેરાન ન કરવાનું કહેતા પિતા પર પડોશીઓનો હુમલો

વાંકાનેરના જોધપરમાં પુત્રને હેરાન ન કરવાનું કહેતા પિતા પર પડોશીઓનો હુમલો

વાંકાનેર તાલુકાના જોધપર ગામમાંગત તા 21ના રાત્રિના  ૧૦ વાગ્યાના આસપાસ એક પરિવાર પર કેટલાક શખ્સ  હિંસક હુમલાની ઘટના બની છે. આ ઘટનામાં પરિવારના ત્રણ સભ્યો ઘાયલ થયા છે, જેમાં એક વ્યક્તિની આંગળીમાં ફ્રેક્ચર અને અન્યને શરીર પર મારામારીની ઇજાઓ થઈ છે. બનાવ અંગ રીઝવાનભાઈ મહમદભાઈ આહમદભાઈ શેરશીયા નામના 40 વર્ષીય યુવાને  વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જોધપર ગામમાં  રહેતા અને ખેતી કામ કરતા રીઝવાનભાઈ મહમદભાઈ આહમદભાઈ શેરશીયાના પરિવાર પર ગત તા 21ના રોજ  હુમલાની ઘટના બની છે. આ ઘટનામાં એક પરિવારના ત્રણ સભ્યોને  ઈજા પહોચી હતી ઈજાગ્રસ્ત માંથી એક વ્યક્તિની આંગળીમાં ફ્રેક્ચર અને અન્યને શરીર પર મારામારીની ઇજાઓ થઈ છે. રીઝવાનભાઈના  પુત્રને આરોપીઓના પુત્રો અવારનવાર હેરાન કરતા હતા. આ અંગે એ પડોશી ઇદ્રીશભાઈને વાત કરી હતી. રાત્રે ફરિયાદી પોતાની વાડીએથી પરત આવતા હતા ત્યારે ઘરની નજીક રસ્તા પર ઇદ્રીશભાઈ અનેમકબુલભાઈ હુસેનભાઈ શેરશીયા ઉભા હતા. ઇદ્રીશભાઈએ વાતચીત માટે બોલાવ્યા બાદ ફરિયાદીએ પુત્રોની હેરાનગતિ અંગે ચર્ચા કરી.

આ દરમિયાન આરોપી નં. ૨ને આ વાત ગમી ન હતી તેથી તેમણે ગાળાગાળી કરીહતી જેથી રીઝ્વાનભાઈ  ઘરે પરત ફરતા આરોપીઓ પાછળથી  ફરિયાદીના ઘરે પહોંચ્યા અને હુમલો કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW