HomeGujaratવાંકાનેરમાં મોબાઈલ પર ટી-20 મેચમાં સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો

વાંકાનેરમાં મોબાઈલ પર ટી-20 મેચમાં સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો

વાંકાનેર શહેરમાં પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી ચલાવતો એક આરોપી ઝડપાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે જલારામ જિન નજીક મહાવીર સોસાયટી વિસ્તારમાં શંકાસ્પદ હલચલ નજરે પડી હતી.

તપાસ કરતાં આરોપી જાહીદભાઈ ઇસ્માઇલભાઈ સીડા (ઉ.વ. 40) પોતાના મોબાઇલ ફોન દ્વારા ટી-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી મેચ પર રનફેર મુજબ રૂપિયા લગાડીને હારજીતનો જુગાર રમતો હોવાનું બહાર આવ્યું હતું. તે મોબાઇલ ફોન મારફતે સોદા નોંધાવી સટ્ટો સંચાલિત કરતો હતો. પોલીસે તાત્કાલિક તે સ્થળે દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો. તેની પાસેથી રોકડ રૂ. 2,800, મોબાઇલ ફોન (કિંમત અંદાજે રૂ. 5,000) મળી કુલ રૂપિયા 7,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ બનાવમાં સંડોવાયેલા અન્ય એક શખ્સ સલીમ વાંકાનેર વાળા સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW