Thursday, February 19, 2026
HomeGujaratSaurashtra Kutchhથરાદમાં ગમખ્વાર અકસ્માત: દારૂ ભરેલી ક્રેટા બાવળ સાથે અથડાતાં બેના મોત

થરાદમાં ગમખ્વાર અકસ્માત: દારૂ ભરેલી ક્રેટા બાવળ સાથે અથડાતાં બેના મોત

થરાદ પંથકમાં આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પિલુડા અને કરબૂણ ગામ વચ્ચેની સીમમાં પૂરઝડપે જતી એક ક્રેટા ગાડી બેકાબૂ બની રોડ સાઈડના બાવળ સાથે અથડાઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે.

મૃતકોની ઓળખ
1. પીન્ટુભાઇ માજીરાણા
2. કાનારામ (રહે. રાજસ્થાન)

મળતી માહિતી મુજબ, સફેદ રંગની ક્રેટા ગાડી પૂરઝડપે પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ગાડી રોડ નીચે ઉતરી બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે ગાડીનો કચુંબર નીકળી ગયો હતો અને મૃતદેહો ગાડીમાં જ ફસાઈ ગયા હતા.

સ્થાનિક ગ્રામજનોએ એકઠા થઈને પોલીસને જાણ કરી હતી. ગાડીની હાલત એટલી ખરાબ હતી કે મૃતદેહોને બહાર કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી

આ અકસ્માતે ગેરકાયદેસર દારૂની હેરાફેરીની ઘટના પરથી પણ પડદો ઉઠાવ્યો છે. અકસ્માત બાદ ગાડીમાંથી દારૂની બોટલો રોડ પર વેરાઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં આખી ગાડી દારૂના જથ્થાથી ભરેલી હોવાનું જણાયું છે, જે ગેરકાયદે રીતે લઈ જવામાં આવી રહ્યો હતો.

થરાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, ગાડીમાં રહેલા દારૂના જથ્થાના સ્ત્રોત અને ગાડીના માલિક અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page