HomeGujaratસલમાન ખાન અમદાવાદની મુલાકાતે, ગાંધી આશ્રમમાં રેટિંયો ફેરવ્યો, જુઓ વીડિયો

સલમાન ખાન અમદાવાદની મુલાકાતે, ગાંધી આશ્રમમાં રેટિંયો ફેરવ્યો, જુઓ વીડિયો

 દબંગ ખાનની ફિલ્મ અંતિમ થોડા દિવસ પહેલા જ રિલીઝ થઇ છે અને બોક્સ ઓફીસ પર તે સુપર હિટ રહી છે. સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ ‘અંતિમ’ને ક્રિટિક્સ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાનનો એકદમ અલગ અવતાર જોવા મળે છે, જે એક શાંત શીખ પોલીસકર્મી છે જે પોતાનો ગુસ્સો ગુમાવતો નથી પરંતુ વસ્તુઓને અલગ રીતે હેન્ડલ કરે છે. આ ફિલ્મમાં સલમાન ખાન, આયુષ શર્મા અને મહિમા મકવાણા મુખ્ય ભૂમિકામાં છે. તે મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત અને સલમાન ખાન દ્વારા નિર્મિત ફિલ્મ છે. ત્યારે સલમાન અમદાવાદ આવ્યા છે.તેમણે આજે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. 10 મિનિટ સુધીની આ મુલાકાતમાં તેમણે રેંટિયો ચલાવ્યો હતો. સલમાનખાન શહેરમાં પહોંચતાં જ ગાંધી આશ્રમ પાસે ચાહકોના ટોળે ટોળા ઉમટ્યાં હતાં. તેમણે સૂતરની આંટી ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં લપેટી હતી.

   સલમાને જ્યારે ગાંધી આશ્રમની મુલાકાત લીધી ત્યારે તેનું પણ સુતરની આંટીથી સન્માન કરવામાં આવ્યું હતુ પરંતુ સલમાને ગળાની જગ્યાએ હાથમાં લકીની જેમ તે આંટી પહેરી હતી અને તે પહેરીને જ આખા આશ્રમની મુલાકાત લીધી હતી. સલમાનની એક ઝલક જોવા માટે ફેન્સ ગાંડાતૂર બન્યા હતા. પોતાનો ફેવરિટ સ્ટાર અમદાવાદમાં પોતાની નજરો સામે હોય તો ફેન્સ કેવી રીતે શાંત રહી શકે. તેને જોવા માટે લોકોએ પડાપડી કરી હતી.

બેરિકેટ તોડી દેવામાં આવ્યા હતા અને આશ્રમમાંથી નીકળતા સમયે સલમાનની ગાડીને લોકોએ ઘેરી લીધી હતી. આશ્રમમાંથી જતા સલમાને વિઝીટર બુકમાં પણ પોતાનો અનુભવ શેર કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે આ જગ્યાએ આવીને મને ખુબ આનંદ થયો, અહીંયા આવીને પહેલી વખત રેટિયો ચલાવીને મને જે ખુશી થઈ છે તે ક્યારેય નહીં ભૂલું,ફરીવાર આશ્રમ આવવાની ઈચ્છા છે.

   ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ આવેલ સલમાન ખાન ગાંધી આશ્રમથી હોટલ હયાત ખાતે જવા રવાના થયા હતા.4 વાગે PVR સિનેમામાં દર્શકો પાસે મુવીના પ્રમોશન માટે જશે જે બાદ મુંબઇ જવા રવાના થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW