HomeGujaratમેળામાંથી પરત ફરતી વખતે 3 મિત્રો ડેમ નજીક કેનાલમાં ન્હાવા ગયા...

મેળામાંથી પરત ફરતી વખતે 3 મિત્રો ડેમ નજીક કેનાલમાં ન્હાવા ગયા એક સગીર ડૂબ્યો

મોરબીમાં રહેતા પરિવારનો સગીર વયનો પુત્ર મિત્રો સાથે રફાળેશ્વર મેળાની મજા માણવા ગયા હતા પરત ફરતી વખતે તમામ મિત્રોએ મચ્છુ ડેમ પાસે કેનાલમાં નાહવા પડ્યા હતા આ દરમિયાન પાણીનો પ્રવાહ વધુ હોવાથી આ એક સગીર તેમાં ગરકાવ થતા અને લાપતા બન્યો હતો. ફાયર વિભાગ ની ટીમ દ્વારા રેસ્ક્યુબોટ થી ડેમના કમાન વિસ્તારમાં આ શરીરની શોધખોળ હાથ ધરી છે કે મોડી સાંજ સુધી સગીરનો પતો લાગ્યો ન હતો

 

મોરબીના લીલાપર રોડ પર આવેલા નીલકમલ સોસાયટીમાં રહેતો સાહિલ દીપકભાઈ સોલંકી નામનો સત્તર વર્ષીય સગીર તેના મિત્રો સાથે રફાળેશ્વર ખાતે શિવરાત્રીનો મેળો કરવા ગયો હતો દરમિયાન પરત ફરતી વખતે તેઓ ત્યાંથી પસાર થતી મચ્છુ કેનાલમાં નાહવા પડ્યા હતા. આ દરમિયાન અકસ્માતે સાહિલ નો પગ લપ જતા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ઘટના અંગે મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને સાહિલ ની શોધખોળ હાથ ધરી છે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુબોટ થી જે વિસ્તારમાં તેઓ નાહવા પડ્યા હતા ત્યાંથી પાણીના પ્રવાહ તરફ શોધખોળ શરૂ કરી હતી જો કે મોડી સાંજ સુધી આ શરીરનું કોઈ પત્તો લાગ્યો ન હોવાનું સામે આવ્યું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW