મોરબી ખાતે નિરામય આયુર્વેદિક એન્ડ નેચરોપેથી સેન્ટર દ્વારા આવતી તા. 14 ફેબ્રુઆરી, 2026 (શનિવાર) અને 15 ફેબ્રુઆરી, 2026 (રવિવાર)ના રોજ નિઃશુલ્ક દવા અને નિદાન સેવા યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સવારે 9:30 થી બપોરે 1:00 તથા સાંજે 4:00 થી 7:00 દરમિયાન યોજાશે. કેમ્પનું આયોજન મોરબીના ધાર્મિક તથા સેવાભાવી વ્યક્તિઓના સહકારથી કરવામાં આવ્યું છે.
કેમ્પમાં આયુર્વેદ ક્ષેત્રના નિષ્ણાત ડૉ. જે. એન. પુરોહિત હાજર રહેશે, જે નાડી વિજ્ઞાનમાં પારંગત હોવા સાથે ક્રિટિકલ અને જટિલ રોગોના નિદાનમાં વિશેષ અનુભવ ધરાવે છે. તેઓ દ્વારા ગેસ, એસિડિટી, કબજિયાત, હરસ, સંધિવાત, ઇન્ફર્ટિલિટી, ઓબેસિટી, માઈગ્રેન, પથરી, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કિડનીના રોગો, અસ્થમા, ચામડીના રોગો તેમજ વિવિધ પ્રકારના દુખાવા જેવા રોગો અંગે નિદાન અને માર્ગદર્શન આપવામાં આવશે.
આયોજકો દ્વારા “વહેલા તે પહેલા”ના ધોરણે સમયસર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત હોવાનું જણાવાયું છે. માત્ર રજીસ્ટ્રેશન કરાવેલ દર્દીઓની જ તપાસ કરવામાં આવશે. દર્દીઓને વિનંતી કરવામાં આવી છે કે અગાઉના કોઈ મેડિકલ રિપોર્ટ હોય તો તે સાથે લાવવાના રહેશે.
કેમ્પનું સ્થળ નિરામય આયુર્વેદિક એન્ડ નેચરોપેથી સેન્ટર, સ્વાગત ચોકડી, રવાપર રોડ, કોહિનૂર કોમ્પ્લેક્સ, પ્રથમ માળ, શોપ નં. 118 રાખવામાં આવ્યું છે.
રજીસ્ટ્રેશન માટે સંપર્ક નંબર:
ચંદ્રશેખર પટેલ – 9879660694, 9574888960
શૈલેષ કાલરીયા – 98256 43623
વૈદ્ય કે. જે. ઝાલા – 96646 74374
આ નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પનો લાભ લેવા નાગરિકોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

