મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી નોળિયા જેવા વન્ય પ્રાણીઓના માણસ પર હુમલાની ઘટના વચ્ચે હવે શ્વાનના માણસોને કરડવાની ઘટનામાં અચાનક વધારો નોધાયો છે અને તેના કારણે રેબીસની રસી તેમજ જરૂરી સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં આવતા દર્દીઓની સંખ્યા પણ વધી હોય તેમ લાગી રહ્યું છે ગુરુવારે મોરબી શહેરના સામા કાઠા વિસ્તારમાં રહેતા ભાર્ગવ દેવજીભાઈ નામના 16 વર્ષના સગીર અને રણછોડ નગર વિસ્તારમાં રહેતા આરજુબેન રિયાઝભાઈ નામની ૫ વર્ષીય બાળકીને શ્વાને બચકું ભર્યું હતું આ ઉપરાંત ઘુનડા રોડ વિસ્તારમાં રહેતા રાકેશભાઈ નાનાભાઈ ઘુનડા ગામમાં રહેતા ટીનાબેન તુમલભાઈ નામની મહિલા,લખધીર નગર નજીકના નવાગામમાં રહેતા કિશોરભાઇ ઊકાભાઈ ઉડેચા, વાધરવા ગામમાં રહેતા તેજલબેન કંઝારીયા અને ખાનપર ગામના શર્માબેન પ્રકાશભાઈ નામની યુવતીને શ્વાને બચકું ભરતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા આ ઉપરાંત એક વૃદ્ધ મહિલાપર શ્વાને હુમલો કરતા તેમને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે
મોરબી જિલ્લામાં ચાલુ વર્ષના જાન્યુઆરી મહીંનાના પ્રથમ સપ્તાહમાં જ મોરબી જીલ્લામાં 267 લોકો શ્વાનના કરડવાથી સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં સૌથી વધુ મોરબી અને હળવદ તાલુકામાં દર્દીઓ વધારે નોધાયા હતા

