HomeGujaratમોરબીમાં પુત્રના લગ્ન પ્રસંગે પિતાએ જલારામ મંદિરમાં ચાલતા સદાવ્રતને આખો દિવસ ચલવ્યો

મોરબીમાં પુત્રના લગ્ન પ્રસંગે પિતાએ જલારામ મંદિરમાં ચાલતા સદાવ્રતને આખો દિવસ ચલવ્યો

મોરબી ક્ષત્રિય સમાજના અગ્રણી રઘુવીરસિંહજી કરણસિંહજી ઝાલા (R.K.) એ કુંવર દેવમસિંહજી ના લગ્નપ્રસંગ નિમિતે મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં આખો દીવસ મહાપ્રસાદ યોજી સમાજ ને નવો રાહ ચિંધ્યો.

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવે છે ત્યારે મોરબી ક્ષત્રીય સમાજ ના અગ્રણી રઘુવીરસિંહજી કરણસિંહજી ઝાલા-RK (મોટા ખીજડીયા) ના કુંવર દેવમસિંહજી ઝાલા ના લગ્ન પ્રસંગે ઝાલા પરિવાર દ્વારા સદાવ્રત માં આખો દીવસ મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક પહેલ બદલ ઝાલા પરિવાર ના મોભી કરણસિંહજી ધીરૂભા ઝાલા, રઘુવીરસિંહજી ઝાલા (R.K.), કીશોરસિંહજી ઝાલા, દીલાવરસિંહજી ઝાલા, કુંવર દેવમસિંહજી ઝાલા સહીત ના પરિવાર ના સદસ્યો ને મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ,ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, મનિષભાઈ પટેલ સહીતના અગ્રણીઓએ શુભકામનાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW