HomeGujaratતબીબોની હડતાલથી દર્દીઓને હાલાકી,ઈમરજન્સી સિવાય બધી સેવા બંધ

તબીબોની હડતાલથી દર્દીઓને હાલાકી,ઈમરજન્સી સિવાય બધી સેવા બંધ

એકતરફ સિનિયર ડૉકટર્સે પડતર માંગણીઓને તંત્ર સામે બાંયો ચડાવી છે. તો બીજી બાજુ PG નિટનું કાઉન્સિલિંગ પાછળ ઠેલતા રાજ્યભરના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઊતરી ગયા છે. ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં દર્દીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે. અમદાવાદ સહિત રાજયભરમાંથી સારવાર માટે આવતા દર્દીઓ હેરાન થયા હતા.

રાજ્યના સિનિયર તબીબો પોતાની જુદી જુદી 16 માગને લઈને આંદલન પર છે. વર્ગ 1 અને 2ના તબીબોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ગુજરાતની છ સરકારી કૉલેજ અને GMERS અને GMTA ના તબીબોની ટીમ સરકારથી નારાજ છે. સેવા વિનિયમિત, તબીબોની એડહોક સેવા સંળગ ગણવા, તબીબોએ કોરોનાવોરિયર તરીકે સેવા કરી જેમાના 30 તબીબો રિટાયર્ડ થયા જેમાં 2ના મોત થયા પણ આ રિટાયર્ડ તબીબોને પેન્શન નથી મળતું, આવી જુદી જુદી માગને સ્વીકારવામાં નહીં આવે તો આ આંદોલન વધું તીવ્ર બની રહેશે. નીટના પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સહાયક તરીકેની કામગીરીન અપાતા ડૉક્ટર્સમાં ભારે નારાજગી છે. જેને પગલે રાજ્યભરની મેડિકલ કૉલેજના ડૉક્ટર્સ હડતાળ પર ઊતરી ગયા છે. જેના કારણે હોસ્પિટલમાં મુશ્કેલી વધી ગઈ છે. દર્દીઓ હેરાનપરેશાન થઈ ગયા છે. રાજ્યભરની મેડિકલ કૉલેજના જુનિયર ડૉક્ટર્સ પણ હડતાલ પર છે. એટલે હોસ્પિટલ નર્સ અને ઈન્ચાર્જના આધાર પર ચાલી રહી છે. અમદાવાદ જ નહીં જામનગરમાં પણ જુનિયર ડૉક્ટર્સ હડતાળ પર ઊતરી ગયા છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં તબીબો પડતર માંગ પૂરી કરવા માટે સરકાર સામે મોરચો ખોલીને બેઠાં છે. અહીં 150થી 200 જેટલા તબીબો હડતાળ પર ઊતરી ગયા છે.

જેના કારણે ઓપીડી અને ઓપરેશન થિએટર્સમાં કામગીરીમાં મોટો બ્રેક લાગ્યો છે. આ ઉપરાંત જુદા જુદા વૉર્ડમાં પણ કોઈ રાઉન્ડ પર આવતું નથી. માત્ર ઈમરજન્સી સેવા ચાલું છે બાકીની સર્વિસ બંધ રહેતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જામનગરની એમ.પી.શાહ મેડિકલ કૉલેજ ખાતે જુદા જુદા પોસ્ટર સાથે તબીબો માંગ પૂરી કરવા જીદ પર ઊતર્યા છે. તબીબોના પ્રશ્નોનો તાત્કાલિક નીવડો લાવવા અપીલ કરવામાં આવી છે. જો માંગ નહીં સંતોષાય તો તીવ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW