HomeGujaratમીતાણા નજીક વૃદ્ધાના ગળામાંથી સોનાના હારની ચીલઝડપ કરનાર અને તેને ખરીદનાર શખ્સો...

મીતાણા નજીક વૃદ્ધાના ગળામાંથી સોનાના હારની ચીલઝડપ કરનાર અને તેને ખરીદનાર શખ્સો ઝડપાયા

વાંકાનેર તાલુકાના પલાસ ગામના વતની ધૂનાબેન હકાભાઇ ગમારા નામના વૃદ્ધા તેના પિતાની રીક્ષામાં બેસીને મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પુર ઝડપે બાઈક આવી હતી અને મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરવાની ઘટના બની હતી. જેમાં વૃદ્ધાની ફરિયાદ આધારે પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. આ ફરિયાદ આધારે ટંકારા પોલીસ તેમજ મોરબી જીલ્લા એલસીબીની ટીમ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજ તેમજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. વૃદ્ધા આપેલી ફરિયાદ આધારે સીસીટીવી ફૂટેજથી આરોપી સુધી પહોચવા તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ બાઈકની ગીતીવીધીને ટ્રેક કરી હતી. તેમજ તેની વધુ તપાસ કરતા રાજકોટના વતની  સંદીપ જીતેન્દ્રભાઈ પંડ્યાનું નામ ખુલતા પોલીસે તેની ઝડપી પૂછપરછ કરી હતી. શરુઆતમાં આનાકાની બાદ પોલીસે આગવી ઢબે પૂછ પરછ કરતા તેને વટાણા વેરી નાખ્યા હતા. ચીલ ઝડપ કર્યાની તેમજ તે રાજકોટના સોની શ્રીકાંત ભાઈને આપી આ હારમાંથી તેનો 22 કેરેટના ઢાળીયામાં બદલાવી નાખ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આ ઘટનામાં આરોપીસંદીપ પાસેથી રૂ. 3 લાખ રોકડા, સોનો ઢાળિયો તેમજ બાઈક મળી કુલ 6.81 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને બન્ને આરોપીઓને ટંકારા પોલીસ હવાલે કર્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW