HomeGujaratમોરબીમાંથી મનપાએ પકડેલા રખડતા ઢોર સાચવવા 16 ગૌ શાળા સંચાલકો થયા તૈયાર,...

મોરબીમાંથી મનપાએ પકડેલા રખડતા ઢોર સાચવવા 16 ગૌ શાળા સંચાલકો થયા તૈયાર, કમિશ્નર સાથે બેઠક યોજાઈ

મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ (ANCD) શાખા દ્વારા ટંકારા/હળવદ તાલુકાની ગૌશાળાના સંચાલકો સાથે કમિશનરના અધ્યક્ષ સ્થાને મીટિંગનું આયોજન કર્યું હતું.

આ મિટિંગમાં નાયબ કમિશનર સંજયકુમાર સોની, પશુપાલન અધિક્ષક, હળવદ વેટેનરી ઓફિસર, ટંકારા વેટેનરી ઓફિસર, ANCD વિભાગના શાખા અધ્યક્ષ હાજર રહયા હતા, આ મિટિંગમાં ટંકારા/હળવદ તાલુકાની ગૌશાળાના 16 સંચાલકો હાજર રહ્યા હતા. ગૌશાળા ના સંચાલકોઓએ અંદાજીત 55 પશુ રાખવા માટેની બાહેંધરી આપી હતી. માર્ચ 2025 થી આજદિન સુધી કુલ 2452 મોરબી મહાનગરપાલિકાની ANCD શાખાએ પશુ પકડેલ છે. આ પશુને Taging અને RFID લગાવીને મોરબી જિલ્લા ના હળવદ, ટંકારા, મોરબી, વાકાનેર તાલુકાના ગૌશાળા અને પાંજરાપોળ માં કાયમી સાચવણી માટે મૂકવામાં આવ્યા છે. મોરબી મનપાની ANCD શાખા દ્રારા નિયમિત પશુ પકડવાની કામગીરી કાર્યરત છે, તેમ મોરબી મહાનગરપાલિકાની ANCD શાખાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW