HomeGujaratહળવદ તાલુકામાં શરીરે દાઝી જવાથી 70 વર્ષીય વૃદ્ધાનું અવસાન

હળવદ તાલુકામાં શરીરે દાઝી જવાથી 70 વર્ષીય વૃદ્ધાનું અવસાન

હળવદના ટીકર ગામે રહેતા 70 વર્ષીય વૃદ્ધ મહિલા રુબીબેન મનજીભાઈ પરમારના દુઃખદ અવસાનની ઘટના સામે આવી છે. તેઓ પોતાના ઘરે ગત તા.19/01/2026ના રોજ માતાજીના મંદિરમાં દીવો પ્રગટાવી રહ્યા હતા તે સમયે અચાનક દીવાના જ્વાળાથી તેમના શરીરે પહેરેલી સાડી તેમજ શિયાળાના કારણે મોઢા પર બાંધેલો રૂમાલ આગમાં લપટાઈ ગયો હતો. આગ ઝડપથી ફેલાતા વૃદ્ધાને ગંભીર રીતે દાઝી જવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ ઘટનાની જાણ થતા હળવદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃત્યુ અંગે નોંધ લઈ આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW