HomeGujaratમોરબીમાં જામી ‘ફન સ્ટ્રીટ’ની રંગત: મોબાઈલ છોડી બાળકો શેરી રમતોમાં મગ્ન!

મોરબીમાં જામી ‘ફન સ્ટ્રીટ’ની રંગત: મોબાઈલ છોડી બાળકો શેરી રમતોમાં મગ્ન!

આજનો રવિવાર મોરબીવાસીઓ માટે કંઈક ખાસ રહ્યો! મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે કેસર બાગ પાસેના એલ.ઈ. કોલેજ રોડ પર “ફન સ્ટ્રીટ” નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું

આજના હાઈ-ટેક જમાનામાં વિસરાતી જતી આપણી પરંપરાગત શેરી રમતોને પુનર્જીવિત કરવી અને નવી પેઢીને શારીરિક પ્રવૃત્તિઓ તરફ વાળવી. રસ્તા પર ગિલ્લી-દંડા, દોરડા કૂદ અને લખોટી જેવી રમતો જોઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય બાળકોને મોબાઈલની દુનિયામાંથી બહાર લાવીને મેદાનમાં લઈ જવાનો હતો. સોશિયલ મીડિયાના વધતા પ્રભાવને કારણે બાળકો શેરી રમતો ભૂલી ગયા છે, ત્યારે આ પ્રયાસ તેમને ફરીથી શારીરિક પ્રવૃત્તિઓ તરફ વાળવા માટે કરવામાં આવ્યો હતો. મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓએ પણ બાળકો સાથે બાળક બનીને વિવિધ શેરી રમતો રમવાનો આનંદ લીધો હતો.

મુખ્ય રોડ બંધ કરી દેવાતા વાહન ચાલકોને હાલાકી

મહાનગર પાલિકા દ્વારા ફન સ્ટ્રીટ નું આયોજન પાસે આવેલ એલ ઈ કોલેજના મેદાનનો ઉપયોગ કરવાના બદલે વાહનોની અવર જવર વાળા રોડ પર કર્યું હતું અને તેના માટે રોડ પણ બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકોને ત્યાંથી નીકળવામાં હાલાકી પડી હતી અને ફરી ને જવાનો વારો આવ્યો હતો

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW