HomeGujaratમોરબીના ઈંદીરાનગરમાં વર્લી ફિચરનો જુગાર રમતા છ ઇસમો ઝડપાયા, રૂ. 32 હજાર...

મોરબીના ઈંદીરાનગરમાં વર્લી ફિચરનો જુગાર રમતા છ ઇસમો ઝડપાયા, રૂ. 32 હજાર રોકડ જપ્ત

મોરબી એલસીબી ટીમ તથા પેરોલ-ફર્લો સ્કોડને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે, મોરબીના ઈંદીરાનગર ખારોપાટ વિસ્તારમાં ડેકો કારખાનાની પાછળ આવેલી જાહેર ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો વર્લીફીચરના નશીબ આધારિત આંકડા લખી જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર રેઇડ કરી હતી.

રેઇડ દરમિયાન કુલ છ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં જગદીશ હરીલાલ જોશી, પ્રકાશભાઈ મનુભાઈ વરાણીયા, સુનીલ ધીરુભાઈ સુરેલા, મનિષભાઈ રાજુભાઈ સુરેલા, સંજયભાઈ અવચરભાઈ જંજવાડીયા તેમજ મનોજગર બટુકગર ગોસાઈનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 32,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામ આરોપીઓ સામે મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW