HomeGujaratમોરબીમાં ફ્લેટ વેચાણના નામે લાખોની છેતરપિંડી: OLX પર જાહેરાત આપી દંપતી સહિત...

મોરબીમાં ફ્લેટ વેચાણના નામે લાખોની છેતરપિંડી: OLX પર જાહેરાત આપી દંપતી સહિત ત્રણ શખ્સોએ આચર્યું કાવતરું

મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા સુનિલકુમાર કુમુદચંદ્ર દોશી દ્વારા મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ આરોપી પાર્થભાઈ મુકેશભાઈ મહેતા, મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને હીનાબેન મુકેશભાઈ મહેતા (બધા આશુતોષ હાઈટ્સ, ફ્લેટ નં. 101, કાયાજી પ્લોટ નં. 6, સનાળા રોડ, મોરબી ખાતે રહેતા) દ્વારા ફરિયાદી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી પાર્થભાઈએ પોતાના મોબાઈલ ફોનમાં OLX એપ્લિકેશન પર ફ્લેટ વેચાણની જાહેરાત મૂકી હતી. આ જાહેરાતના આધારે ફરિયાદી સુનિલકુમાર અને તેમના સાથીને વિશ્વાસમાં લઈ આરોપીઓએ ફ્લેટ અંગે વાતચીત કરી હતી. પરંતુ આરોપી હીનાબેનના નામે આવેલા ફ્લેટ પર અગાઉથી બેંકની મોટી લોન બાકી હોવા છતાં આ મહત્વની માહિતી છુપાવવામાં આવી હતી.

આરોપીઓએ કાવતરું રચી ફ્લેટ વેચાણ માટે ખોટા અને બનાવટી સાટાખત તૈયાર કરી સુનિલકુમાર તથા તેમના સાથીને આપ્યા અને તેની સામે મોટી રકમ વસૂલી હતી. આરોપીઓએ જાણતાં હોવા છતાં ખરા દસ્તાવેજ હોવાનું દર્શાવી સુનિલકુમાર અને સાથીને વિશ્વાસમાં લઈ વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદના આધારે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આરોપી પાર્થભાઈ મુકેશભાઈ મહેતાની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW