HomeGujaratમોરબીમાં 29 જાન્યુઆરીએ જિલ્લા આયોજન મંડળની મહત્વની બેઠક; વિકાસકાર્યો અને નવી દરખાસ્તો...

મોરબીમાં 29 જાન્યુઆરીએ જિલ્લા આયોજન મંડળની મહત્વની બેઠક; વિકાસકાર્યો અને નવી દરખાસ્તો પર થશે નિર્ણય

મોરબી જિલ્લા સેવા સદન ખાતે આગામી તા. 29/01/2026ના રોજ સવારે 11 કલાકે હાયર અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી તથા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં જિલ્લાના વિકાસને વેગ આપવા માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ષ 2026-27 માટેના નવા વિકાસકામોની દરખાસ્તોને બહાલી, સામાજિક અને શૈક્ષણિક પછાત યોજના હેઠળ વર્ષ 2026-27 માટે નવી દરખાસ્તો મંજૂર કરી વંચિત વિસ્તારોના વિકાસ પર ભાર મૂકવો સહિતના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી મહત્વના નિર્ણયો લેવામાં આવશે. વર્ષ 2024-25 અને 2025-26 દરમિયાન થયેલા આયોજનના કામોની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે તથા સંસદસભ્ય વિસ્તાર વિકાસ હેઠળના વર્ષ 2024-25 અને 2025-26ના કામોની પણ સમીક્ષા કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW