હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફને મળેલી માહિતીના આધારે ધનાળા ગામની સીમમાં આવેલ બ્રાહ્મણી નદીના પટ્ટ વિસ્તારમાં બાવળની કાંટ વચ્ચે જાહેર સ્થળે રેઇડ કરી ચાર વ્યક્તિઓને જુગાર રમતા ઝડપાયા હતા.
પકડાયેલા ઇસમોમાં ચંદુ ઉર્ફે સંજય રાણાભાઈ જીંજુવાડીયા, વિજય ધીરુભાઈ સાંતલપરા, સુરેશ ઠાકરશીભાઈ સોનાગ્રા અને સુરેશ રમેશભાઈ જીંજુવાડીયાનો સમાવેશ થાય છે.
તેમની પાસેથી રૂ. 33,100 રોકડનો મળેલ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. જ્યારે ઘટના સ્થળેથી નાસી જનાર આરોપી કિરણ જીલુભાઈ જીંજુવાડીયા (રહે. જુનું ધનાળા, તા. હળવદ) સામે પણ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

