HomeGujaratહળવદના ચરાડવા ગામે કોમન પ્લોટના મુદ્દે ઝપાઝપી, મહિલા સાથે મારામારીની ફરિયાદ

હળવદના ચરાડવા ગામે કોમન પ્લોટના મુદ્દે ઝપાઝપી, મહિલા સાથે મારામારીની ફરિયાદ

હળવદ તાલુકાના ચરાડવા ગામની ગોપાલનગર સોસાયટીમાં રહેતા વનિતાબેન જયંતીભાઈ ચાવડા દ્વારા હળવદ પોલીસ મથકમાં મારામારી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના રહેણાંક મકાન નજીક આવેલા કોમન પ્લોટમાંથી બાવળ કાઢવાના મુદ્દે આરોપીઓ સાથે વિવાદ થયો હતો.

આ બાબતે આરોપી વસંતબેન રમેશભાઈ સોનાગ્રાએ ફરિયાદી વનિતાબેન સાથે ઝપાઝપી કરી હતી અને ઢીકા-પાટુના ઘા માર્યા હતા. ત્યારબાદ તુષારભાઈ રમેશભાઈ સોનાગ્રા, રમેશભાઈ હરજીભાઈ સોનાગ્રા તથા દિનેશભાઈ હરજીભાઈ સોનાગ્રા, તમામ રહે. ચરાડવા,એ વનિતાબેનને ધક્કો મારી જમીન પર પાડી દીધી હતી. આ હુમલામાં વનિતાબેનના જમણા હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદ અનુસાર, તમામ આરોપીઓએ ફરિયાદીને અશ્લીલ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હળવદ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW