HomeGujaratમોરબીના જાંબુડીયા ગામની સીમમાં નજીવી બાબતે બે શખ્સોએ યુવાન પર લાકડી-ધોકાથી હુમલો...

મોરબીના જાંબુડીયા ગામની સીમમાં નજીવી બાબતે બે શખ્સોએ યુવાન પર લાકડી-ધોકાથી હુમલો કર્યો

મોરબીના જાંબુડીયા ગામની હદ વિસ્તારમાં આવેલી મેક્સ ગ્રેનીટો (મારબો-મેક્સ-વોયાટી) સિરામિક કોલોનીમાં રહેતા તથા કોન્ટ્રાક્ટર તરીકે વ્યવસાય કરતા અંબારામ ખીમજી પરમારે જાંબુડીયા ગામના મહેશભાઈ અને ચંદ્રકાંતભાઈ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ આરોપીઓ એક દુકાન પર ઈંડા તેમજ દેશી દારૂનું વેચાણ કરતા હોય છે. તે સ્થળે અંબારામ જતા આરોપીઓએ તેને કહ્યું હતું કે “અહીં દારૂ લેવા આવશો નહીં, આ અમારી જગ્યા છે, અહીંથી ચાલ્યા જાઓ.” અંબારામે થોડા સમય બાદ જતો હોવાનું જણાવતાં આરોપીઓ ગુસ્સે ભરાઈ ગયા હતા. બાદમાં આરોપીઓએ અંબારામને ગાળો આપી ઢીકા-પાટુ તથા લાકડી અને ધોકા વડે માર માર્યો હતો, જેના કારણે તેને ઇજાઓ પહોંચી હતી.

આ મામલે મોરબી તાલુકા પોલીસ દ્વારા ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW