મોરબી તાલુકાના રાજપર ગામ નજીક મહારાષ્ટ્રની છત્રપતિ સંભાજી નગર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચાર-પાંચ દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યાંથી તપાસ કરતા રાજપર ગામ માં આવેલા ગોડાઉનમાં થી તેઓના પોલીસ મથક વિસ્તારમાં ફ્રોડ કરીને મેળવવામાં આવેલ 300 ગુણી સોપારી મેળવવામાં આવી હતી અને આ સ્થળે છુપાવવામાં આવી હતી. જે સોપારીનો જથ્થો મહારાષ્ટ્ર પોલીસની ટીમે જપ્ત કર્યો હતો રાજપર ગામના એક શખ્સ તેમજ તે વખતના ટ્રક માલિક અને ચાલકની શોધખોળ શરૂ કરી છે
બનાવની મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર રાજ્યના છત્રપતિ સંભાજીનગર પોલીસ મથક વિસ્તારમાં અગાઉ છેતરપિંડી કરીને મોટા પાયે સોપારી નો જથ્થો મેળવી લેવામાં આવ્યો હતો જે પૈકી કેટલાક જથ્થો મોરબી જિલ્લા માં છુપાવેલો હોવાની બાકી સમભાજીનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. સંતોષ મીસલે ને મળેલી માહિતી આધારે મહારાષ્ટ્ર પોલીસ ની ટીમ મોરબી તાલુકા પોલીસ મથકના રાજપર ગામ ખાતે પહોંચી હતી અને ત્યાં આવેલા એક ભાડે રાખેલા ગોડાઉન માંથી 300 ગુણી સોપારી પકડી પાડી હતી આ સોપારી GJ 19 X 4462 માલ લાવવામાં આવી હોવાનું મહારાષ્ટ્ર પોલીસને જાણવા મળ્યું હતું. જે બાદ પોલીસની ટીમે આ જથ્થો જપ્ત કર્યો હતો અને એમ એચ 18 એસી 2299 માં ભરી ખભાજી નગર પોલીસ મથક ખાતે રવાના કરવામાં આવ્યો હતો ગેરકાયદેસર રીતે છેતરપિંડી કરીને મેળવેલી સોપારી ભાડાનું ગોડાઉન રાખનાર ડેનિસ મારવણીયા તેમજ ટ્રકના માલિક અને ચાલક તમામની શોધખોળ હાથ ધરી છે

