રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા હાલ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ની ભરતી બહાર પાડવામાં આવી છે જેને લઇ ઉમેદવારો દ્વારા મોટી સંખ્યામાં અરજીઓ કરવામાં આવી છે આ અરજદારો કોન્સ્ટેબલ અને પીએસઆઇની ભરતીમાં લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકી તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે સુરતના યુવાનો માટે સુરત સીટી પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે સુરત પોલીસ દ્વારા આગામી 17 જાન્યુઆરીથી સવારે ૯ વાગ્યે તેમજ શનિવાર અને રવિવારે 10થી 1 અને 2થી 5 દરમિયાન નિશુલ્ક તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે આ તાલીમ વર્ગો સુરતના પોલીસ તાલીમ કેન્દ્ર પોલીસ હેડ ક્વાર્ટર અઠવાલાઇન્સ સુરત ખાતે લેવામાં આવશે જે પણ યુવાનો પોલીસ ભરતી માટે તૈયારી કરવા માંગતા હોય તેમને રૂબરૂ રજીસ્ટ્રેશન માટે આરપીઆઈ કચેરી તાલીમ કેન્દ્ર હેડ ક્વાર્ટર સુરતનો સંપર્ક કરવાનો રહેશે આ ઉપરાંત 8905 25 55 39 તેમજ 0 261 266 95 00 પર ફોનથી રજીસ્ટ્રેશન કરી શકશે

