HomeGujaratવાંકાનેરમાં રીક્ષામાં બેસાડી વેપારીની નજર ચૂકવી રૂ 42 હજાર સેરવી જનાર બે...

વાંકાનેરમાં રીક્ષામાં બેસાડી વેપારીની નજર ચૂકવી રૂ 42 હજાર સેરવી જનાર બે શખ્સ ઝડપાયા

વાંકાનેરના  એક વેપારીને  રિક્ષામાં બેસાડી બાદમા ચાર શખ્સે  એન કેન રીતે  નજર ચૂકવીને 42,000 રૂપિયાની ચોરી થઈ હતી. ઘટનામાં પોલીસે  રાજકોટની એક ગેંગના ચારની ગેંગ સંડોવાયેલા હોવાની બાતમી આધારે વાંકાનેર સિટી પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે 4  શખ્સ ને ઝડપી પાડ્યા હતા .

જીતેન્દ્રભાઈ ભગવાનજીભાઈ જોબનપુત્રા નામના  સોપારી-તમાકુના વેપારી તેમના વ્યવસાયના  42,000 રૂપિયા રોકડા લઈને વાંકાનેર દાણાપીઠ પાસેથી ન્યુ મોર્ડન સ્ટોર જવા માટે એક અજાણી રિક્ષામાં બેઠા હતા. આ રિક્ષામાં અગાઉથી જ પેસેન્જરના રૂપમાં બે વ્યક્તિઓ બેઠેલા હતા.

તેમાંથી એક વ્યક્તિએ ચાલુ રિક્ષાએ ઊલટી કરવાના બહાને પોતાનું મોઢું રિક્ષા બહાર કાઢ્યું હતું. આ તકનો લાભ લઈ તેણે વેપારીની નજર ચૂકવીને તેમના પેન્ટના ખિસ્સામાંથી 42,000 રૂપિયાની ચોરી કરી લીધી હતી. આ ઘટના બાદ વેપારીએ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વેપારીની ફરિયાદને ગંભીરતાથી લઈને Dy.S.P. સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પો.ઇન્સ. બી.વી. પટેલની રાહબરી હેઠળ વાંકાનેર સિટી પોલીસ સ્ટાફની ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને આરોપીઓને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે રાજકોટથી ચાર વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા હતા. સઘન પૂછપરછ દરમિયાન, આરોપીઓએ વાંકાનેર-રાજકોટ રોડ પરથી પેસેન્જરને બેસાડી નજર ચૂકવીને પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂપિયાની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

પકડાયેલા આરોપીઓમાં રાજકોટના ભાર્ગવ કુંભાર, ભરત ચંદ્રપાલ, ગોરધન કોળી અને સોહીલ નજીરશાનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી રોકડા 42,000 રૂપિયા, એક ઓટો રિક્ષા અને ચાર મોબાઈલ ફોન મળી કુલ 1,37,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા કેટલાક આરોપીઓ ભૂતકાળમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગુનેગારોને પકડી પાડ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW