HomeGujaratમોરબીમાં કચરો નાખવા બાબતે ત્રણ શખ્સોએ માતા પુત્રીને પાઈપ વડે ફટકાર્યા

મોરબીમાં કચરો નાખવા બાબતે ત્રણ શખ્સોએ માતા પુત્રીને પાઈપ વડે ફટકાર્યા

મોરબી શહેરના સબ જેલ નજીક રહેતા સરોજબેન ઇશ્વરભાઈ ચૌહાણ દ્વારા મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી દક્ષાબેન મનીષભાઈ મકવાણા, ધ્રુવભાઈ મનીષભાઈ મકવાણા અને ભવ્ય મનીષભાઈ મકવાણા (તમામ રહે. મોરબી) સાથે કચરો નાખવા બાબતે ફરિયાદીની દીકરી પુજાબેનને દક્ષાબેન સાથે બોલાચાલી થઈ હતી.

બોલાચાલી ઉગ્ર બનતાં આરોપીઓએ સરોજબેન અને તેની દીકરીને ગાળો આપી, સરોજબેનને કાનના ભાગે તથા ડાબા પગે પાઈપ વડે માર માર્યો હતો, જ્યારે સરોજબેનની દીકરી પુજાબેનને નાકના ભાગે પાઈપ મારવાથી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે સરોજબેન ચૌહાણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW