મોરબીના એસ.પી. રોડ પર આવેલ શિવાલય વાટીકા એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિનભાઈ ગોવિંદભાઈ શેરશીયાએ આરોપી અજાણ્યા ચાર બેન્ક એકાઉન્ટ ધારક વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ ફરી. અશ્વિનભાઈના મોબાઇલમાં વોટ્સેપ નંબર ઉપર આર.ટી.ઓ ચલણ APK. ફાઇલનો મેસેજ મોકલતા અશ્વિનભાઈએ ફાઇલ ઓપન કરતા કોઇ અજાણ્યા ઇસમ આરોપીએ અશ્વિનભાઈનો મોબાઇલ હેક કરીને HDFC Bank એકાઉન્ટમાથી કુલ રૂ. 2,00,000 ટ્રાંસફર કરી કરાવી રૂપિયા મેળવી લઇ અશ્વિનભાઈ સાથે ઠગાઇ કરી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ આધારે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

