HomeGujaratહળવદના સાપકડા ગામે અજાણ્યા ચોરે રહેણાંક મકાનમાંથી રૂ. 50 હજારના સોના ચાંદીના...

હળવદના સાપકડા ગામે અજાણ્યા ચોરે રહેણાંક મકાનમાંથી રૂ. 50 હજારના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી

હળવદના સાપકડા ગામમાં રહેતા તથા ખેતીકામ સાથે સંકળાયેલા લક્ષ્મણભાઈ રતુભાઈ જાંબુકીયા દ્વારા હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, કોઈ અજાણ્યો ચોર દિવસ દરમિયાન ફરિયાદી લક્ષ્મણભાઈના મકાનના બહારના ભાગે રાખેલી ચાવીનો ઉપયોગ કરી દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો.

આ પછી ચોરે મકાનના અંદરના ભાગમાં આવેલી લોખંડની તીજોરી તોડી તેમાં રાખેલા ચાંદીના વિવિધ દાગીનાની ચોરી કરી હતી. ચોરાયેલા ચાંદીના દાગીનામાં જૂની અને તૂટેલી સાંકળોની સાતથી આઠ જોડી, કમરે પહેરવાનો કંદોરો તેમજ ઝાંઝરીની બે જોડીનો સમાવેશ થાય છે, જેનું કુલ વજન અંદાજે એક કિલોગ્રામ અને અંદાજિત કિંમત રૂ. 30,000 થાય છે. તે ઉપરાંત તીજોરીમાંથી સોનાના દાગીનામાં જૂની તૂટેલી બુટીની એક જોડી, બે ઓમ તથા નાકમાં પહેરવાની એક ચૂક ચોરી કરવામાં આવી હતી, જેનું કુલ વજન અંદાજે 5 થી 6 ગ્રામ અને કિંમત રૂ. 20,000 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ રીતે કુલ રૂ. 50,000ના દાગીનાની ચોરી થઈ હોવાનું નોંધાયું છે.

હળવદ પોલીસ દ્વારા ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW