HomeGujaratડમ્પર ચલાવવા મુદે પાંચ શખ્સોનો યુવાન પર જીવલેણ હુમલો

ડમ્પર ચલાવવા મુદે પાંચ શખ્સોનો યુવાન પર જીવલેણ હુમલો

વાંકાનેરના મેસરિયા ગામના રહેવાસી યુવાન વિવેક વિનુભાઈ ભૂસડીયાએ આરોપી લોમકુંભાઈ કાઠી તથા કળુભાઈ કાઠી (બન્ને રહેવાસી મેસરિયા), તેમજ રંગપરના રહેવાસી હરેશભાઈ, દોલુભાઈ અને એક અજાણ્યા વ્યક્તિ સામે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, અગાઉ ગામમાંથી ડમ્પર ચલાવવાની બાબતે આરોપી લોમકુંભાઈ સાથે વિવેકની બોલાચાલી થઈ હતી. આ બાબતનો મનમાં ખાર રાખીને આરોપીઓ બોલેરો ગાડીમાં આવી, વિવેક રીક્ષામાં મોરબી જતો હોય ત્યારે ગારીડા હાઈવે પર હુમલો કર્યો હતો. આ હુમલામાં આરોપીઓએ લાકડાના ધોકા વડે વિવેક પર બેફામ માર માર્યો હતો. ઘટનાને પગલે વાંકાનેર પોલીસે ફરિયાદ આધારે ઓપીઓ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW