HomeGujaratમોરબી આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા ઉમાં કોટન ટંકારા ખાતે માર્ગ સલામતી...

મોરબી આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા ઉમાં કોટન ટંકારા ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબી RTO અને પોલીસ વિભાગ દ્વારા ઉમાં કોટન ટંકારા ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે જ અહીં આવતા ટ્રેકટર, રિક્ષા, ટ્રક અને પિકઅપ સહિત ના વાહનો ને રેડિયમ લગાડવામાં આવ્યા હતા અને ડ્રાઇવરો ને રોડ સેફ્ટી અંગે સમજ આપવામાં આવી હતી.

જિલ્લા મા માર્ગ અકસ્માતો ની સંખ્યા ઘટે તે માટે જિલ્લા માર્ગ સલામતી સમિતી ની રચના કરવામાં આવેલ છે. આ કમિટી દ્વારા સતત સક્રિય કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમ , સ્કૂલો મા સેમિનાર, ગ્રામ સભા વગેરે નો સમાવેશ થાય છે. ઉમા કોટન ટંકારા ખાતે માંડવી ની ખરીદી કરવામાં આવી રહી છે, જેથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના પાક ને લઈને ટ્રેક્ટર મારફતે અહી આવે છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય માર્ગ અકસ્માત ન સર્જાય તે માટે ટ્રેક્ટર ચાલકો ને માર્ગ સલામતી અંગે નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને આ ઉપરાંત અહીં આવેલા લગભગ 77 જેટલા ટ્રેકટર ટ્રેઇલર મા રેડિયમ લગાડવામાં આવ્યા હતા.

મોટર વાહન અધિનિયમ ના સેક્શન 110 અને કેન્દ્રીય મોટર વાહન નિયમ 104 મા રેડિયમ લગાડવાની જોગવાઈ કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW