HomeGujaratમોરબીમાં આવતીકાલે અનેક વિસ્તારોમાં મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજકાપ રહેશે

મોરબીમાં આવતીકાલે અનેક વિસ્તારોમાં મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજકાપ રહેશે

મોરબીમાં આવતીકાલે તા.17/12/2025ના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી મધુરમ ફીડરમાં સવારે 09:30 થી બપોરના 12:30 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે.

જેમાં તપોવન રેસીડેન્સી, મારૂતિ નગર (ગાયત્રી નગર પાછળ), સંકલ્પ પ્લાઝા, સુભાષનગર, પંચવટી સોસાયટી, વિદ્યુત પાર્ક, દર્પણ સોસાયટી, જલારામ સોસાયટી, સેન્ટર પોઈન્ટ એપાર્ટમેન્ટ સુધીનો વિસ્તાર, રામ વિજય નગર, યોગેશ્વરનગર, નરસંગ ટેકરીની આજુબાજુનો વિસ્તાર, કોહીનુર કોમ્પ્લેક્ષ, મધુરમ સોસાયટી, રામ વિજય સોસાયટી, તિરૂપતિ સોસાયટી, વિજયનગર, કર્મયોગી સોસાયટી, ન્યુ આલાપ પાર્ક, આલાપ પાર્ક, પટેલનગર, ખોડીયાર પાર્ક, દેવ પાર્ક, સાયન્ટીફીક રોડ, કેનાલ રોડ વિસ્તાર, રવાપર રોડ વિસ્તાર, આલાપ રોડ વિસ્તાર વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

તેમજ મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા 66 કેવી ફીડરમાં મેઇન્ટેનન્સ કરવાની કામગીરીને પગલે નીચેના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

બાથકો જેજીવાય, આત્મજયોત જેજીવાય ફીડરોમાં સવારે 8:00 થી બપોરે 04:00 વાગ્યા સુધી વીજકાપ રહેશે. આ ફીડરમાં આવતા ગામો જેવા કે રવાપર નદી, તારાપર, શક્તિનગર, અમરનગર, દાદાશ્રીનગર, તેમજ રોડ ઉપર આવતા કોમ્પ્લેક્ષોમાં તેમજ તમામ રહેણાંક, વાણિજ્ય ,ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW