મોરબી શહેરમાં મચ્છુ નદીમાં વધુ એક બ્રીજ નિર્માણ કરવાની વર્ષો જૂની માંગણી છે ટ્રાફિકનું સતત ભારણ ઘટાડવા લીલાપરથી ભડિયાદ ને જોડતા રોડ રોડ મચ્છુ નદી પર બ્રિજ નિર્માણ માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે મહાનગરપાલિકા બન્યા બાદ ફરી એકવાર લીલાપરથી ભડિયાદને જોડતો મચ્છુ નદી પર બ્રીજ નિર્માણ કરવા તૈયારી તેજ કરી છે. મ્યુનીસીપલ કમિશ્નર સ્વપ્નીલ ખરેના માર્ગદર્શનમાં મહાનગર પાલિકા દ્વારા રૂ 156.67 કરોડના ખર્ચે 360 મીટર લાંબાની ફોર લેન કેબલ સ્ટેડ બ્રિજ નિર્માણ માટે ગુજરાત ફાયનાન્સીયલ બોર્ડના ડીપીઆર તૈયાર કરીને મોકલ્યો હતો જે બાબતે મોરબીના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાના પ્રયાસથી આ બ્રિજ નિર્માણ માટે ના ડીપી આર ને મંજુરી આપવામાં આવી છે હવે આ માટે આગામી દિવસોમાં બાકી જરૂરી પ્રકિયા હાથ ધરવામાં આવશે

