મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા શૈલેષભાઇ દેવજીભાઇ મામેજા, જગદીશભાઇ ઉર્ફે જયદીપ શીવાભાઇ ખટાણા, સંજયભાઇ ધનજીભાઇ ગણેશીયા, કરૂણાબેન દિનેશભાઇ કોળી, અંજનાબેન જગદીશભાઇ ખાટાણા અને વનીતાબેન હરેશભાઇ રાઠોડને રોકડ રૂ. 16,100ના મુદામાલ સાથે ઝડપી લાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

