HomeGujaratટંકારા પોલીસ કલેકટરના જાહેરનામાને ગણકારતી નથી?

ટંકારા પોલીસ કલેકટરના જાહેરનામાને ગણકારતી નથી?

મોરબી જિલ્લામાં કલેકટર દ્વારા ટંકારા-લતીપર રોડ ઉપર પુલનું મરામત કામ ચાલુ હોવાથી જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં ભારે વાહનોને પ્રતિબંધ કરવામાં આવ્યા છે અને કોઈપણ ભારે વાહન ત્યાં પસાર ન થાય તે માટે પોલીસ ચોકી ઉભી કરવામાં આવી છે, પરંતુ આ પોલીસ ચોકીની અંદર કોઈપણ જાતના પોલીસ કર્મચારીઓ હાજર જોવા મળતા નથી.

ટંકારા પોલીસની ગેરહાજરીના કારણે મોટો અકસ્માત થતા બચ્યો છે, પરંતુ જે પ્રકારે આ બ્રિજનું મરામત કામ ચાલુ હોવાથી ત્યાંથી ભારે ટ્રક પસાર થતાં અકસ્માત સર્જાયો હતો અને લોખંડનો પાઇપ તોડી પાડ્યો હતો ત્યારે પોલીસની ગોર બેદરકારીના કારણે આ અકસ્માત થયો હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે.

આમ તો ટંકારા પોલીસ હર હંમેશા વિવાદોથી ઘેરાયેલી છે અને તેમની અનેક બેદરકારીઓ વારંવાર સામે આવતી હોય છે ત્યારે વધુ એક વખત કહી શકાય કે જે કલેક્ટરનું જાહેરનામું છે તેને ગણકારતી ન હોય તે પ્રકારના દ્રશ્યો ટંકારા લતીપર હાઇવે ઉપર આવેલ બ્રિજના મરામત કામ પાસે બનાવેલી પોલીસ ચોકીમાં જોવા મળ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW