HomeGujaratહળવદમાં 137 એકર જમીન કૌભાંડમાં ચારની ધરપકડ

હળવદમાં 137 એકર જમીન કૌભાંડમાં ચારની ધરપકડ

હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવી છે, જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરી ભવાની ગામના રેવન્યુ રેકોર્ડમાં 137 એકર જમીન ચાલતી સરકારની અલગ-અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનું બનાવટી રેકોર્ડ ઊભું કરી સરકારી જમીન પચાવી પાડી હોવાની હળવદ પોલીસ મથકે 9 સામે હળવદ મામલતદારએ ફરિયાદ નોંધાવી છે જેમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 2 મહિલા સહિત ૫ની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર ભટ્ટે આરોપી રમેશભાઇ બબાભાઇ કોળી, છગનભાઈ નાગજીભાઈ ધારીયા પરમાર, બીજલભાઈ અમરશીભાઈ કોળી, દલાભાઈ રણછોડભાઈ ડાભી રહે, દિનેશભાઈ હમીરભાઈ વનાણી,રાઠોડ માવજીભાઈ ટાભાભાઈ, જશુબેન બાબુભાઈ ધરમશીભાઈ કોળી, મંજુબેન રત્નાભાઈ કોળી, વનાણી હમીરભાઈ વજુભાઈ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

આરોપીઓએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકડૅમા 9 જમીન અને 137એકર સરકારની અલગ-અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભુ કરી સરકારની જમીનો પચાવી પાડવાનું આયોજનબધ્ધ કાવતરૂ રચી અલગ-અલગ સરકારની કચેરીના હોદ્દાવાળા બનાવટી ખોટા રબ્બર સ્ટેમ્પ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી પોતાના કબજામા રાખી જે તે સમયના સક્ષમ સતાધિકારીઓની ખોટી સહીઓ તથા ખોટા હુકમો કરી ત્રણેય ગામોની અલગ-અલગ સર્વે નંબરની સરકારી જમીનોની સરકારી કચેરીમા નોંધ પડાવી પોતાના નામે કરી લીધી હોવાથી આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં છગન નાગજીભાઈ ધારીયા પરમાર, માવજી ટાભાભાઈ રાઠોડ, હમીર માવજીભાઈ વનાણી અને દિનેશ હમીરભાઇ વનાણીની ધરપકડ કરી લીધી છે/ જ્યારે અન્ય બે મહિલા સહિત પાચની શોધખોળ હાથ ધરી છે, પરંતુ આ જમીન કૌભાંડ ૨૦૧૬થી ૨૦૨૦ દરમિયાન આયોજનબંધ્ધ રીતે કરવામાં આવ્યું હોવાથી આ કૌભાંડમાં સરકારી બાબુઓ સંડોવાયેલા હોવાની પુરેપુરી શક્યતા છે નહીંતર આવડું મોટું કૌભાંડ શક્ય નથી પરંતુ હાલમાં તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં શું સામે આવે છે તે જોવાનું રહ્યું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW