મોરબી શહેરમાં ચોમાસા દરમિયાન માત્ર એક દોઢ ઇંચ વરસાદ થાય તો પણ શનાળા રોડ પર ખાસ કરીને સરદાર બાગ પાસે પાણી ભરાઈ જતા હોય છે, જેનુ કારણ કન્યા છાત્રાલય રોડ, જી આઇડી સી વિસ્તાર તેમજ આસપાસની સોસાયટીમાં આવતા પાણીનો નિકાલ ન હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાત લાંબા સમયથી ઓમ વીવીઆઈ એમ કોલજથી શનાળા બાયપાસને જોડતો કન્યા છાત્રાલય રોડ આ પાણી ભરાઈ રહેવાના કારણે જર્જરીત થઈ જતા સ્થાનિકો દ્વારા રોડ બનાવાની માગણી કરવામાં આવી હતી. જે અંગે મહા નગરપાલિકા દ્વારા જરૂરી મંજૂરી મેળવી પ્લાન એસ્ટિમેટ તૈયાર કરી ગ્રાન્ટ મેળવી હતી. આ પ્રકિયા પૂર્ણ થતા મહા નગર પાલિકાના સિવિલ અને સિટી બ્યુટિફિકેશન શાખા દ્વારા 450 એમ એમ ડાય વોટર ડ્રેઇન લાઇન બોક્સ બોક્સ ક્લવર્ટ તેમજ તેના પર 10 મીટર પહોળાઈનો સીસી રોડ બનાવવા ઓન લાઇન ટેન્ડર પ્રકિયા હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આ ટેન્ડર પ્રકિયા પૂર્ણ થયા એજન્સી નિમણૂક કરી કામગીરી શરૂ કરવામાં આવશે. જેના કારણે સ્થાનિકોની ભવિષ્યમાં મુશ્કેલી મથી રાહત મળશે તેવો દાવો મનપાના સિટી ઈજનેર હિતેશભાઇ આદ્રોજાએ જણાવ્યું હતું.

