દિવાળી પર્વ દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સીસ્ટમ સક્રિય બની હતી જે શરુઆતમાં ઓમાન અને સોમાલિયા તરફ જાય તેવી શક્યતા હતી જોકે અચાનક ટ્રેક બદલાયો સીસ્ટમ ગુજરાત તરફ આગળ વધી હતી ધીમે ધીમે આ સીસ્ટમ ગુજરાતની નજીક પહોચી છે જેના કારણે આવનાર સપ્તાહમાં રાજ્યમાં વાતાવરણ પલટાશે અને શિયાળામાં કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા જિલ્લામાં વાદળ છાયા વાતાવરણ સર્જાવવાનું શરુ થયું છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 25થી 31 ઓક્ટોબર દરમિયાન છુટા છવાયા વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાવવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તા 25 ના રોજ ડાંગ સુરત નવસારી વલસાડ વાપી ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં છુટા છવાયા વિસ્તારમાં હળવા વરસાદ ની જયારે 26ના રોજ મધ્યમ પ્રકારના કમોસમી વરસાદની આગાહી કરી છે તો 26 ના રોજ મોરબી રાજકોટ જામનગર પોરબંદર સુરેન્દ્રનગરમાં હળવા અને છુટા છવાયા વરસાદની સાથે કયાંક ક્યાંક 30થી 40 કિમી પ્રતિ કલાક ની ઝડપથી પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરી છે આ ઉપરાંત 27મીએ સમગ્ર ગુજરાતમાં ક્યાંક હળવા ઝાપટા ક્યાંક મધ્યમ વરસાદ જયારે દરિયાઈ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે આ માહોલ 31 તારીખ સુધી રહેશે બાદમાં વાતાવરણ રાબેતા મુજબ થાય તેવી સંભાવના છે


