HomeGujaratવાંકાનેરમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ વૃદ્ધને માર માર્યો

વાંકાનેરમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ વૃદ્ધને માર માર્યો

વાંકાનેરના ગાંગીયાવદર ગામે રહેતા ધીરૂભાઇ લખમણભાઇ ધરજીયાએ આરોપી વેલુભા ઘનુભા ઝાલા, ખનુભા ઝાલા અને વેલુભાના ભત્રીજા કાનભા ઝાલા રહે.બધા સરધારકા ગામ તા.વાંકાનેર જી.મોરબીવાળા સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે,આરોપી વેલુભા ઘનુભા ઝાલાને પૈસાની લેતી દેતી બાબતે અગાઉ ફરિયાદી સાથે ઝગડો થયેલ હોય જેનુ મનદુખ રાખી આરોપીઓએ ધીરુભાઈને લાકડી વડે માર મારી પગના તથા વાસાના ભાગે ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદીની ફરિયાદ આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW