મોરબીના આંદરણા ગામ નજીક મોરબી હળવદ રોડ પર રસ્તાની બાજુમાં વરસાદી પાણીના નિકાલના ખાડામાં એક મહિલાનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. મૃતદેહ ઘણો ભાગ બળી ગયો હોઇ, ઓળખ થઇ શકે તેવી સ્થિતિ જ ન બચી હોઇ, પોલીસે ફોરેન્સિક તપાસ અર્થે મોકલી આપી હતી . તેમજ આ બનાવમાં તાલુકા પોલીસ મથક ના પી એસ આઈએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોધી ઘટના આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી તેના આધારે મૃતદેહ ફેકી જનાર ની શોધખોળ હાથ ધરી છે
મોરબી હળવદ રોડ પર આવેલા આંદરણા ગામ નજીક આવેલા કડક ભગત હોટેલથી થોડે દૂર રસ્તાની સાઈડમાં આવેલા ખાડામાં સોમવારે વહેલી સવારે એક અજાણી મહિલાનો અડધો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.મૃતદેહ નો ચામડીનો ભાગ સંપૂર્ણ પણે સળગી ગયો હોવાથી ચહેરા તેમજ શરીરના ભાગ કે કપડા આધારે તેની ઓળખ થઇ શકે તેમ ન હોવાથી મૃતદેહનો કબજો મેળવી ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.બીજી તરફ ઘટના સ્થળે સાંયોગિક પુરાવા માટે ફોરેન્સીક વિભાગની ટીમ પણ પહોંચી હતી અને પુરાવા એકત્ર કરવા પ્રયાસ કર્યો હતો.
તે જોતાં મહિલાની હત્યા નીપજાવવામાં આવ્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઇરાદે લાશને સળગાવી દેવાઇ હોવાથી પોલીસે આ બનાવમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

