મોરબીના ઉંચીમાંડલ ગામે આવેલ પાર્થ સિરામીક કારખાનામાં રહેતા ગોવિંદભાઇ પ્રકાશભાઇ કુશવાહા નામના યુવાને ગઈકાલના રોજ કોઇ અગમ્ય કારણોસર પોતાના રહેણાક સ્થાને ઉંદર મારવાની દવા પી જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.