હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે ગોલાસણ ગામની સીમમાં રેડ કરી હતી. ત્યાં આવેલ આરોપીની વાડીમાંથી વિદેશી દારૂનો કુલ રૂ. 2,53,500નો મુદામાલ તેમજ એક બાઈક મળી કુલ રૂ. 2,83,000નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ મુદામાલ સાથે પોલીસે આરોપી તેજશ ઉર્ફે પીન્ટુ નરશીભાઈ લાંઘણોજાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ સુરેશ જેસીંગભાઈ સુરેલાનું સામે આવ્યું હતું. પોલીસે તે બને આરોપી વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

