HomeGujaratઓટીટી પ્લેટફોર્મે પણ ફિલ્મી ખેલાડીઓ માટે નવા દરવાજા ખોલ્યા શું છે તે...

ઓટીટી પ્લેટફોર્મે પણ ફિલ્મી ખેલાડીઓ માટે નવા દરવાજા ખોલ્યા શું છે તે જાણો….?

મુંબઈ, રવિવાર

   ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મે પણ ફિલ્મી ખેલાડીઓ માટે નવા દરવાજા ખોલ્યા છે. દેશમાં એમેઝોન, નેટફ્લિક્સ અને ડિઝની-હોટસ્ટાર જેવા 40 ઓટીટી પ્લેટફોર્મ છે, જેમાં દર વર્ષે આશરે એક હજાર વેબ સીરિઝ રિલીઝ થઈ રહી છે.

   આ દરેક સીરિઝમાં આશરે 10થી 85 જેટલા નવા કલાકારને મોટી તક મળે છે. આ હિસાબે વર્ષે આશરે 10 હજાર નવા કલાકાર ડેબ્યૂ કરી રહ્યા છે. તેમને પ્રતિ એપિસોડ રૂ. 20 હજારથી લઈને રૂ. 50 લાખ સુધીની ફી ચૂકવાય છે. એટલું જ નહીં, સારો ‘સ્ટ્રાઈક રેટ’ ધરાવતા નવા કલાકારોને બોક્સ ઓફિસની પિચ પર રમવાનું સપનું સાકાર થાય છે. ઓટીટી પર લોકપ્રિય થયેલી ‘સ્કેમ 92’ના પ્રતીક ગાંધી જેવા અનેક કલાકારને બોલિવૂડમાં પણ હવે મુખ્ય ભૂમિકા ઓફૅ થઈ રહી છે.ઓટીટી માર્કેટ 2025માં 4 અબજ ડૉલર (આશરે રૂ. 29,600 કરોડ) અને 2030 સુધી 12.5 અબજ ડોલર (આશરે રૂ. 95 હજાર કરોડ) સુધી પહોંચવાનું અનુમાન છે. પંકજ ત્રિપાઠીઃ ફિલ્મ જગતમાં 2004માં એન્ટ્રી કરી, પરંતુ ‘મિરઝાપુર’માં કાલીન ભૈયાની ભૂમિકાથી ભારે લોકપ્રિયતા મળી, જે અગાઉ ન હતી. ‘મિરઝાપુર-1’ માટે રૂ. એક કરોડ અને બીજા પાર્ટ માટે રૂ. બે કરોડ ફી વસૂલી હતી. જયદીપ અહલાવતઃ 41 વર્ષીય જયદીપે અનેક ફિલ્મો કરી છે, પરંતુ ‘પાતાલ લોક’થી ખૂબ લોકપ્રિયતા મળી. ફિલ્મફેર ઓટીટીમાં પણ બેસ્ટ એક્ટર પસંદ થયા. તેમની નેટવર્થ રૂ. 21 કરોડ છે. અલી ફઝલઃ ‘થ્રી ઈડિયટ્સ’માં કેમિયો કરનારા અલીને ‘મિરઝાપુર’માં ગુડ્ડુ ભૈયાની ભૂમિકાએ નવી ઊંચાઈ આપી. ‘મિરઝાપુર-2’ માટે તેણે રૂ. દોઢ કરોડ ફી લીધી. હવે ‘ડેથ ઓન ધ નાઈલ’માં કામ કરે છે. દિવ્યેન્દુ શર્માઃ 38 વર્ષીય દિવ્યેન્દુએ માધુરીની ‘આજા નચ લે’થી ઈન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ ‘મિરઝાપુર’ના મુન્ના ત્રિપાઠીની ભૂમિકાએ તેને મોટી સફળતા અપાવી. બીજા પાર્ટ માટે તેણે રૂ. 50 લાખ ફી લીધી હતી. પ્રતીક ગાંધીઃ ઈન્ડસ્ટ્રીમાં 16 વર્ષથી સક્રિય, પરંતુ ઓળખ મળી ‘સ્કેમ 92’થી ‘ભવાઈ’ અને ‘વો લડકી હૈ કહાં’ માં લીડ રોલ કરે છે. 36 વર્ષની ઉંમરે જોબ છોડનારા પ્રતીકની નેટવર્થ 5 વર્ષમાં રૂ. 14 કરોડ થઈ ગઈ છે. જીતેન્દ્ર કુમારઃ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ અને ‘ચમન બહાર’ જેવી ફિલ્મોમાં કામ કરનારા જીતેન્દ્રને ‘કોટા ફેક્ટરી’ અને ‘પંચાયત’થી ઓળખ મળી. પ્રતિ એપિસોડ રૂ. 50 હજાર વસૂલતા જીતેન્દ્રની નેટવર્થ રૂ. 7 કરોડ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW