HomeGujaratમોરબી જિલ્લામાં તા.07 થી 15ના વિકાસ સપ્તાહની ઉજવણીના આયોજનો અંગે ઇન્ચાર્જ કલેકટર...

મોરબી જિલ્લામાં તા.07 થી 15ના વિકાસ સપ્તાહની ઉજવણીના આયોજનો અંગે ઇન્ચાર્જ કલેકટર એસ. જે. ખાચરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

મોરબી જિલ્લામાં તા.07 થી 15ના વિકાસ સપ્તાહની ઉજવણીના સુચારૂ આયોજન અંગેની બેઠક ઇન્ચાર્જ કલેકટર એસ. જે. ખાચરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભીમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે તા.07 થી 15 ઓક્ટોબર દરમિયાન મોરબી જિલ્લામાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરાશે. જેમા વિકાસ શપથ,  લોકાર્પણ-ખાતમુર્હુત, વિકાસ પદયાત્રા, ક્વીઝ, નિબંધ, વકતૃત્વ સ્પર્ધા, રોજગારપત્ર વિતરણ, મિલેટની વાનગીનું નિદર્શન, શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોનું સન્માન, ભીતચિત્રો, કૃષિ પ્રદર્શનો, પાક પરિસંવાદ સહિતના કાર્યક્રમોનું આયોજન  વિવિધ વિભાગો દ્વારા પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાશે.

આ બેઠકમાં પ્રાંત અધિકારીઓ, આયોજન અધિકારી,  નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, કા.ઈ. માર્ગ અને મકાન વિભાગ સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,520SubscribersSubscribe

TRENDING NOW