HomeGujaratઉપરવાસમા પાણીની આવક થતા મચ્છુ 2 ડેમમાંથી 5178  ક્યુસેક પાણી છોડાયું

ઉપરવાસમા પાણીની આવક થતા મચ્છુ 2 ડેમમાંથી 5178  ક્યુસેક પાણી છોડાયું

મોરબી સહિત સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે મોટા ભાગના જળાશયમાં ફરી એકવાર પાણીની આવકમાં વધારો થયો હતો જેના કારણે ચોમાસુ પૂર્ણ થઈ ગયું છતાં ડેમમાંથી પાણી છોડવાની જરૂર પડી છે મોરબી જિલ્લામાં પણ સતત પાંચ દિવસ સુધી મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમ થી ભારે વરસાદને પગલે પાણીની આવક નોંધાઈ હતી જેના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અગાઉ મોરબીના મચ્છુ 1 ડેમનો દરવાજો ખોલ્યા બાદ ગઈ કાલે વધુ એક દરવાજો ખોલ્યો હતો અને 2592 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ઉપરવાસ માં વરસાદને કારણે મચ્છુ 2 ડેમમાં શુક્રવારે 5178  ક્યુસેક પાણીની આવક થતા ડેમના બન્ને દરવાજાની પાણી છોડવાનો પ્રવાહ વધારો કરાયો હતો વધુ પાણીની આવક થતા છોડવામાં આવ્યું હતું.

ડેમમાં પાણી છોડવાને પગલે મોરબી અને માળિયા તાલુકાના 29 ગામોને કરાયાં એલર્ટ કરવામાં આવ્યા છે.

મોરબીના જોધપર,લીલાપર,ભડીયાદ, ટીંબડી સહિત 20 ગામો અને માળિયાના વીર વિદરકા, દેરાળા, નવાં ગામ,મેઘપર સહિત 9 ગામોને એલર્ટ કરાયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW