મોરબીના મહેન્દ્રનગર ગામના મોક્ષધામમાં પ્રાર્થના હોલના અભાવે અંતિમ વિધિ માટે આવતા લોકોને મુશ્કેલી પડતી હતી. જેને ધ્યાને રાખી મોરબી જિલ્લા ભાજપના અગ્રણી અને યુવા ઉધોગકાર જીગ્નેશ હંસરાજભાઈ કૈલાએ તેના પિતા હંસરાજભાઈ જેરામભાઈ કૈલાની પ્રેરણાથી પ્રાર્થના હોલના નિર્માણનું બીડું ઝડપયું હતું અને રૂ. 17.51 લાખનું દાન આપી તેમની જન્મભૂમી પ્રત્યે ઋણ અદા કર્યું હતું.
આ પ્રાર્થના હોલનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા આજે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન અને નકલંકધામના મહંત દામજી ભગતના હસ્તે ખુલ્લો મોકવામાં આવ્યો છે.

